
ચાંદખેડામાં કાપડના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નથી
અમદાવાદ
અમદાવાદમાં આજે સવારે ચાંદખેડા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી. કે તેના ધુમાળા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. આગ લાગવાની સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને લાખો રૂપિયાનો નુકસાન થવાનું અનુમાન છે.
આજે સવારે 7 વાગ્યાની આસપાસના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ડી માર્ડની પાછળ UNITED 18નું કાપડનું ગોડાઉન આવેલુ છે. ત્યા કોક કારણ સર ત્યા આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ગોડાઉનમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતાની સાથે જ આસપાસના લોકો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જ્યારે આગ લાગી ત્યારે ત્યાના સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને બે – ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પણ આગ ક્યા કારણ સર લાગી છે. તે હજુ ચોક્કસ કારણ બહાર આવ્યુ નથી.