અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો
અમદાવાદ
: અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે બિહાર રાજ્યના મોતીહારી જિલ્લાના ચિરૈયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડીને એક મોટી સફળતા મેળવી છે. આ આરોપીની ધરપકડથી બિહાર પોલીસને પણ મોટી રાહત મળી છે.મળતી માહિતી મુજબ, ૧૬/૦૯/૨૦૨૫ના રોજ બિહારના ચિરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમોદકુમાર નામના એક વ્યક્તિની બે અજાણ્યા શખ્સો દ્વારા ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. બિહાર પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે મૃતક અમોદકુમારની પત્નીને વિકાસ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો, અને તેણે પ્રેમી સાથે મળીને બહારથી શૂટરો બોલાવી પતિની હત્યા કરાવી હતી.
આ ગુનાના સંદર્ભમાં, બિહાર પોલીસ દ્વારા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ પાસેથી મદદ માંગવામાં આવી હતી. ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સપોર્ટનો ઉપયોગ કરીને હત્યા કરાવનાર મુખ્ય શૂટર ગૌતમ કુમાર જયમંગલ યાદવ (ઉં.વ. ૨૦)ને જમાલપુર, અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો.આરોપી ગૌતમ કુમાર જયમંગલ યાદવ મૂળ બિહારના સીતામઢી જિલ્લાનો રહેવાસી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે આ પ્રસંશનીય કામગીરી કરીને આરોપીને બિહારના ચિરૈયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડ બિહારના ગુનાના ઉકેલ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.ગુનાની વિગત:પોલીસ સ્ટેશન: ચિરૈયા, મોતીહારી, બિહારગુનો: ગુ.ર.નં. ૪૦૮/૨૦૨૫કલમ: ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૦૩(૫) તથા આર્મ્સ એક્ટ ૨૭ મુજબ.






