ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદ/: ડી.સી.પી. ઝોન-2 હેઠળના પોલીસ વિભાગે સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ઝુંબેશરૂપ અને અસરકારક કામગીરી કરી છે, જેના પરિણામે ગુનેગારોની પ્રવૃત્તિઓ પર લગામ લાગી છે. ઝોન-2ની પોલીસે સક્રિય પેટ્રોલિંગ અને ટેક્નોલોજીના બુદ્ધિપૂર્વકના ઉપયોગથી અનેક ગંભીર ગુનાઓનો પર્દાફાશ કર્યો છે
.મુખ્ય સફળતાઓ પર એક નજર:ઝડપી ધરપકડ: પોલીસે ચોરી, લૂંટ, જુગાર અને પ્રોહીબીશન (દારૂબંધી) સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અનેક આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કબજે કરેલો મુદ્દામાલ: સપ્ટેમ્બર મહિનામાં પોલીસે ગુનાખોરી સંબંધિત કુલ ₹14,73,532 (ચૌદ લાખ, ત્યોતેર હજાર, પાંચસો બત્રીસ રૂપિયા) નો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે.
સાયબર રિફંડની મોટી રકમ: ડી.સી.પી. ઝોન-2ની સાયબર ટીમે અસરકારક તપાસના આધારે અરજદારોને ગુમાવેલી રકમ પૈકી ₹14.57 લાખ નું સાયબર રિફંડ અપાવ્યું છે.ચોરીનો મુદ્દામાલ પરત: આ ઉપરાંત, પોલીસે ચોરીના ગુનાઓમાં રિકવર થયેલ ₹1.81 લાખ નો મુદ્દામાલ તેના મૂળ અરજદારોને પરત સોંપી સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.
ડી.સી.પી. ઝોન-2ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અપનાવવામાં આવેલી આ અસરકારક રણનીતિને કારણે ગુનેગારોની પ્રવૃત્તિઓ નિષ્ફળ બની છે. કડક અને સતર્ક કામગીરીના કારણે ઝોનમાં ગુનાખોરીની કમર તૂટી છે, અને નાગરિકોમાં પોલીસ તથા કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પોલીસની આ કામગીરી અન્ય ઝોન માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ છે.






