
અમદાવાદ: સરખેજ પોલીસે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી, લાખોનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ:
અમદાવાદમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગઈકાલે રાત્રે સરખેજ પોલીસે મોટી સફળતા મેળવતા ફતેહવાડી કેનાલ વિસ્તારમાં એક નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી મિની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો.લાખોનો મુદ્દામાલ જપ્તપોલીસે આ ઓપરેશન દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કેમિકલ અને અન્ય સાધનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરીમાં બનતો નકલી દારૂ અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ વેચાતો હતો.મુખ્ય આરોપી ફરારપોલીસના દરોડા દરમિયાન ફેક્ટરીનો મુખ્ય સંચાલક અને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સરખેજ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. આ કાર્યવાહીથી દારૂબંધીના કાયદાનું પાલન ન કરનારા તત્વોને કડક સંદેશ મળ્યો છે.