
અમદાવાદ: તડીપાર કરાયેલો કુખ્યાત આરોપી શાહીબાગથી ઝડપાયો
અમદાવાદ: શાહીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મોટી સફળતા મેળવતા તડીપાર કરાયેલા કુખ્યાત આરોપી આકાશ ઉર્ફે બુસ્લો રાજેશભાઈ રમેશભાઈ પટણી (ઉંમર ૨૩) ને ઝડપી પાડ્યો છે. આ આરોપીને બળીયા લીમડી ચાર રસ્તા પાસે જાહેરમાં ફરતો જોતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર (સેક્ટર-૨), ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-૪), આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (“એફ” ડિવિઝન), અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એચ. સિંધવના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ગુજરાત પોલીસ એક્ટ કલમ ૧૪૨ હેઠળ ધરપકડ
૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ ક્રમાંક “ઈ” ડિવિઝન/હદ૫/૧૧/૨૦૨૩ મુજબ આકાશ ઉર્ફે બુસ્લોને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં, તે જાહેરમાં ફરતો જોવા મળ્યો. જેથી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સાંજે ૬:૫૫ કલાકે ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૪૨ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીનું સરનામું :: શાંતીપુરા, મનુભાઈની ચાલી, બળીયા લીમડી ચાર રસ્તા, શાહીબાગ, અમદાવાદ છે.
પોલીસ સ્ટાફની કામગીરી
આ સફળ કામગીરીમાં
(1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલ, (2 અસિસ્ટન્ટ હેડકોન્સ્ટેબલ અલ્પેશકુમાર ( 3અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રકુમાર (4 અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીગરકુમાર (5 વુમન પોલીસ કોન્સ્ટેબલ જાગૃતીબેન
શાહીબાગ પોલીસની આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરનારા તડીપાર ઈસમોને કડક સંદેશો મળ્યો છે.