પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે ક્રિકેટ ના બોલ મામલે એક યુવાન પર જીવલેણ હુમલો

Views: 84
0 0
Spread the love

Read Time:2 Minute, 0 Second

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. એ વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફા મારી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. એ બાબતે સમાધાન થયા બાદ પાછળથી સાત શખસ કાર લઈ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના પિતા ઉપર હુમલો કરતાં તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાબતે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે,

જેમણે આજે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઇલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ત્યાર બાદ સ્થાનિકોએ ઈજાગ્રસ્તને કાકોશીથી એમ્બ્યુલન્સમાં સીધા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી અંગૂઠાની પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદ ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્તના ભાઈ ધીરજકુમાર પાનાભાઈ વણકરે કાકોશી પોલીસ મથકે સાત શખસ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં વડગામના કોંગી ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીએ સોમવારે ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના મજબુત ઉમેદવાર ચંદનજી ઠાકોરે શ્રી વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે દર્શન કરી ચંદનજી ઠાકોર ને વિજય બનાવવા માટે પ્રાર્થના કરી…..

Spread the love

Spread the love           પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના મજબુત ઉમેદવાર ચંદનજી ઠાકોરે શ્રી વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે દર્શન કરી ચંદનજી ઠાકોર ને વિજય બનાવવા માટે પ્રાર્થના કરી….. પાટણપાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના…


Spread the love

પાટણ :: ચાણસ્મા ખાતે જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સભા યોજાઈ.

Spread the love

Spread the love           પાટણ ચાણસ્મા ખાતે જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સભા યોજાઈ… ચાણસ્મા ખાતે આજરોજ વડગામ વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના અધ્યક્ષ સ્થાને સંવિધાન બચાવો સભા યોજાઈ હતી.જેમાં હાઇવે…


Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

  • By admin
  • September 8, 2025
  • 3 views
અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

  • By admin
  • September 5, 2025
  • 10 views
જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
  • By admin
  • September 5, 2025
  • 13 views

બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

  • By admin
  • September 5, 2025
  • 38 views
બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

  • By admin
  • September 4, 2025
  • 14 views
એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

  • By admin
  • September 4, 2025
  • 18 views
ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત