પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના મજબુત ઉમેદવાર ચંદનજી ઠાકોરે શ્રી વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે દર્શન કરી ચંદનજી ઠાકોર ને વિજય બનાવવા માટે પ્રાર્થના કરી…..
પાટણ
પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના મજબુત ઉમેદવાર ચંદનજી ઠાકોરે શ્રી વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે દર્શન કરી વિજયી બનવા માટે પ્રાર્થના કરી તેમજ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો , કાર્યકરો એ પણ ચંદનજી ઠાકોર વિજયી બને તેવી પ્રાર્થના કરી હતી.
ઐતિહાસિક નગરી પાટણ ખાતે આવેલ મહાપુરુષ વીર મેઘમાયા દેવ મંદિર સંકુલ ખાતે કોંગ્રેસ પક્ષના લોકસભા બેઠક પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ કાર્યકરો સાથે દર્શન કરવા તથા આશીર્વાદ મેળવવા પહોચ્યા હતા.
વિશ્વ જળ દિવસ ૨૨ માર્ચ ના દિવસે ૩ પાટણ લોકસભા ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ઘેમરભાઈ રબારી અને પાટણ ના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ તથા બેચરાજી ના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર અને પાટણ શહેર કોંગ્રેસ ના પ્રમુખ દિપકભાઈ પટેલ પાટણ ના સિનિયર કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા તેમજ પાટણ ના રોમ કોમ્પ્યુટર ના પ્રોપ રાઇટર કમલેશભાઇ સોલંકી, પ્રવિણભાઈ સોલંકી તથા જીલ્લા કોંગ્રેસ અગ્રણી હર્ષદભાઈ વર્મા સહિત આગેવાનો આજે શ્રી વિર મેઘમાયા દેવ ના મંદિર સંકુલ પાટણ ખાતે દર્શન કરી આશીર્વાદ લેવા પધાર્યા હતા
તેમજ વિજેતા બનવા માટે પ્રાર્થના કરી હતી. જેમાં પાટણ ના સામાજિક અગ્રણીઓ મૂકેશભાઈ સોલંકી, મનહરભાઈ પરમાર તેમજ પ્રહલાદભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી, કોંગ્રેસ ના મજબુત કાર્યકર રમેશભાઈ પરમાર, ભરતભાઈ વાણિયા, મહેંન્દ્રભાઈ સોલંકી, જગદીશભાઈ સોલંકી, બદાભાઈ, સુરેશભાઈ પરમાર, હીરાભાઈ સોલંકી સહિત આગેવાનોએ હાજર રહી ફુલહાર, બુકે, ફોટો, શાલ આપી તેમજ ગુલાબની પાંખડીઓ થી સન્માન કરાયું હતું.
પાટણ લોકસભા બેઠકનાં કોંગ્રેસ પક્ષ ઉમેદવાર ચંદનજી ઠાકોર સમાજને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ હાજર રહીશ અને સમાજના વિકાસનાં કામોમાં સહભાગી બનીશ તેમ જણાવ્યું હતું તેમજ અનુસૂચિત જાતિ સમાજને આગામી લોકસભાની ચૂંટણીમાં વિજય બનાવવા માટે અપીલ કરી હતી.









