પાટણ ચાણસ્મા ખાતે જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સભા યોજાઈ…
ચાણસ્મા ખાતે આજરોજ વડગામ વિધાનસભાના
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના અધ્યક્ષ સ્થાને સંવિધાન બચાવો સભા યોજાઈ હતી.જેમાં હાઇવે ચાર રસ્તાથી જીગ્નેશ મેવાણી નું સ્વાગત કરીને બાઈક રેલી સ્વરૂપે સભા સ્થળે સભા યોજાઈ હતી…
* પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ખાતે આજરોજ દલિત સમાજ દ્વારા આયોજિત સંવિધાન બચાવો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડગામ વિધાન સભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. અત્રે યોજાયેલ સભામાં સૌપ્રથમ ચાણસ્મા હાઇવે ચાર રસ્તાથી જીગ્નેશ મેવાણીનું સ્વાગત કરીને બાઈક રેલી સ્વરૂપે સરદાર ચોકે આવેલ સરદાર પટેલ ની પ્રતિમાને માલ્યાપણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ સભા સ્થળે પહોંચી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફુલહાર ચડાવી વંદન કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી. અત્રે યોજાયેલ સભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં સરકાર દ્વારા સંવિધાનને નષ્ટ કરવામાં આવી રહ્યું છે. તેમજ દલિત સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જે કોઈ પણ હિસાબે સાખી લેવામાં આવશે નહીં.અત્રે યોજાયેલ સભામાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,ચાણસ્મા વિધાનસભા ધારાસભ્ય દિનેશજી ઠાકોર,સેવા દળના લાલજીભાઈ દેસાઈ, ગુજરાત RDAM કો.ઓર્ડીનેટર વકીલ સુબોધ કુમુદ, વકીલ ડૉ.મનોજ પરમાર , RDAM જીલ્લા પ્રમુખ હરગોવનભાઈ મકવાણા, ચાણસ્મા રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ સંજયભાઈ ડોડિયા, મંત્રી જયેશભાઈ પરમાર, કંબોઈ ગ્રામ્ય પ્રમુખ નીમેશભાઈ, જીલીયા ગ્રામ્ય પ્રમુખ પરીમલભાઈ, તેમજ સમસ્ત રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ની ટીમ અને ખાસ ચાણસ્મા તાલુકાના સામજીક આગેવાનો વિઠ્ઠલભાઈ, બકુલભાઈ, વિનોદભાઇ તેમજ નામીઅનામી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હિરેનભાઈ એ ખુબજ સરસ કામગિરી કરી હતી તેમજ છેલ્લે આભારવિધિ વકીલ ભરતભાઈ ચાવડા એ કરી હતી.









