
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વૃદ્ધોને ટાર્ગેટ કરતી ચેઈન સ્નેચિંગ ગેંગના બે આરોપીઓને ઝડપ્યા
અમદાવાદ:
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જાહેર પરિવહન અને ભીડભાડવાળી જગ્યાઓમાં વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં વોન્ટેડ હતા.આ ઘટના આશરે ૨૦ દિવસ પહેલા રાણીપ બસ સ્ટેશન ખાતે બની હતી, જ્યારે એક વૃદ્ધ મહિલાના ગળામાંથી કોઈ અજાણ્યા ચોર સોનાની ચેઈન ચોરી કરી નાસી ગયા હતા.
પકડાયેલા આરોપીઓ:
અજીત ઉર્ફે જાંઘીયો રમણભાઈ રાવળ (ઉં.વ. ૨૩), રહે. ફૂટવાળાની ચાલી, ખોખરાસુમીત અશોકભાઈ વાસપોડા (ઉં.વ. ૧૯), રહે. વાસપોડાની ચાલી, ખોખરાપોલીસે જણાવ્યું કે આરોપીઓ ટોળકી બનાવીને કામ કરતા હતા. તેઓ જાહેર બસો કે ભીડવાળી જગ્યાઓ પર નજર રાખતા હતા. ખાસ કરીને બસમાં ચડતી વખતે મુસાફરો, અને તેમાંય ખાસ કરીને મહિલાઓના ગળામાં પહેરેલા દાગીના પર તેમની નજર રહેતી હતી. તેમના સાથીદારો જાણીજોઈને ભીડ કરી ધક્કા-મુક્કી કરતા હતા અને તે સમયે આ આરોપીઓ ચાલાકીપૂર્વક દાગીનાની ચોરી કરી નાસતા હતા.
પકડાયેલા આરોપી અજીત ઉર્ફે જાંઘીયોનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેની સામે અગાઉ તલાલા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે.બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે વાડજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી આવા ગુનાઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે.