
Read Time:1 Minute, 9 Second
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંદિરમાંથી સોનાના મંગળસૂત્રની ચોરી કરનાર મહિલા ઝડપાઈ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે મંદિરમાંથી સોનાના મંગળસૂત્રની ચોરી કરનાર એક મહિલાને મુદ્દામાલ સાથે પકડી પાડી છે. આ ઘટના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના અમદુપુરા ખાતે આવેલા ચામુંડા મંદિરમાં બની હતી. મંદિરમાં દર્શન કરવા આવેલા લોકોની ભીડનો લાભ લઈને આ મહિલાએ એક દર્શનાર્થીના ગળામાંથી ₹૧,૨૦,૦૦૦ ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ચોરી કર્યું હતું.પકડાયેલ આરોપીનું નામ સીમા રોહિત અશ્વિન દંતાણી છે, જે અમરાઈવાડી, અમદાવાદની રહેવાસી છે. ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને વધુ તપાસ માટે શહેરકોટડા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરી છે.