
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.
પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એરપોટ પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી અને વરલી મટકા ના અડ્ડા
1 એરપોર્ટ ભીલવાસ પાણીની ટાંકીની બાજુમાં રાણી માસી નામની મહિલા નો દેશી તેમજ વિદેશી અને જુગારનો અડ્ડો
2 એરપોર્ટ સરદાર નગર ગાર્ડનની પાછળ ઇંગ્લિશ નું કટીંગ કરતો બુટલેગર રાજુ ગેંડી
3 એરપોર્ટ ભીલવાસની અંદર મનીષ ડીજે નામનો બુટલેગર નો ચાલતો સટ્ટા બજાર
4 નીરજ ચંપલ વાળો ઇંગ્લિશ દારૂ એરપોર્ટ વિસ્તારમાં હોમ ડીલેવર