
Read Time:48 Second
અધ્યક્ષ શંકર ચૌધરી સામે ફરિયાદ નોંધાઇ
અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ફરિયાદ નોંધાવી છે. તેમનો દાવો છે કે બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી માટે શંકર ચૌધરી વાવ અને થરાદમાં પ્રચાર કરી રહ્યા છે. પુરાવાના ભાગરૂપે કેટલાક વીડિયો રજુ કર્યા છે. દાવો છે કે આ વીડિયોમાં શંકર ચૌધરી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. બંધારણીય રીતે કોઈપણ પાર્ટીનો સભ્ય અધ્યક્ષપદે ચૂંટાયા બાદ તે પાર્ટીની પ્રવૃત્તિઓમાંથી અલિપ્ત થઈ જાય છે.