
3જી ઑગષ્ટ, 2025 (રવિવાર) – “રક્ષાબંધન-2025′ પર્વ નિમિત્તે ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા અમદાવાદમાં ઉજવણી કાર્યક્રમ યોજાયો…”
‘સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા 3જી ઑગષ્ટ, 2025 (રવિવાર)ના રોજ ‘રક્ષાબંધન-2025’ પર્વ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ.
જેમાં રક્ષાબંધન પર્વ 9મી ઓગસ્ટે હોવાથી તારીખ 03-08-2025 (રવિવાર)નાં રોજ અમદાવાદ શહેરના ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં મહિલા કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવણી કાર્યક્રમ મનાવવામાં આવ્યો. જેમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે “એક ભાઈ દ્વારા એક બહેનને રાખડી બાંઘીને એક અનોખી રીતે રક્ષાબંધન પર્વ ઉજવવમાં આવ્યો.” આ ઉપરાંત વર્કિંગ વુમનને પોતાના ઘરની જવાબદારી સાથે દેશના GDPમાં યોગદાન આપવા બદલ સર્ટિફિકેટથી પણ બહુમાન-સન્માનિત કરવામાં આવ્યા
‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થાના આ “અનોખો રક્ષાબંધન કાર્યક્રમ” કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ-સમાજમાં દરેક વર્ગમાં એકબીજા સાથે સૌહાદપૂર્ણ અને સમાનતાનું બંધન જળવાઈ રહે તે હેતુસરનો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ઘણા બધા સ્વયમસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના આ રક્ષાબંધન કાર્યક્રમમાં બહેનો તરફથી અમોને અભૂતપૂર્વ સાથ-સહકાર મળ્યો છે તે બદલ સંસ્થા તેમનો હૃદયથી આભાર માને છે….
( સમાનતા ફાઉન્ડેશન – ગુજરાત )
RSVP :
દક્ષેશ વાણિયા : 98255 87704
વસંતભાઈ : 75973 70502
અર્પણ : 96870 65522
ભાવિક જોશી : 98246 97669