
સુપ્રીમ કોર્ટે 23મી મેએ POCSO કેસમાંઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પોક્સો એક્ટ હેઠળ દોષિતની સજા માફ કરવામાં આવી. કોર્ટે કહ્યું છે, કે કાયદાની નજરે આ ગુનો છે પરંતુ યુવતીએ એ નજરે નથી જોતી. તેણે તેની સાથે લગ્ન પણ કરી લીધા અને બંનેને બાળક પણ છે તેથી અમે આર્ટિકલ 142 હેઠળ સજા ન આપવાનો નિર્ણય લઈએ છીએ.નોંધનીય છે કે સગીરા જ્યારે 14 વર્ષની હતી ત્યારે યુવક સાથે લગ્ન કર્યા હતા જોકે બાદમાં સગીરાની માતાએ અપહરણ અને બળાત્કારનો કેસ કર્યો હતો.
સગીરા સાથે શારીરિક સંબંધના આરોપમાં યુવકને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોકે હાલ યુવક અને યુવતી બંને સાથે જ છે.કેસના ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે, કે ‘સમાજે તેણીને જજ કરી, કાયદો તેની મદદ ન કરી શક્યો અને પરિવારે તેને તરછોડી નાંખી. હવે તે દોષિત સાથે ભાવનાત્મક રૂપે જોડાઈ ગઈ છે અને તેના પરિવાર માટે સંવેદનશીલ છે.
નોંધનીય છે કે આ કેસમાં પહેલા યુવકને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જોકે બાદ 2023માં કોલકાતા હાઇકોર્ટે તેની સજા માફ કરી હતી. જોકે તે દરમિયાન કોલકાતા હાઇકોર્ટ દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે છોકરીઓએ પોતાની યૌન ઈચ્છાઓ પર કાબૂ રાખવો જોઈએ.