
Read Time:46 Second
પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં શનિવારે એક પરીવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ ઝેરી દવા પી લીધી હતી. માતાપિતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. ત્રણ બાળકને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આપઘાત કરવાનું કારણ અકબંધ છે. ઇડર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે, મૃતક વિનુભાઈનો મોબાઈલ FSLમાટે મોકલવામાં આવશે.
by :: Ajay Solanki