
એક મહિલા ગર્ભવતી હતી
સુરત
સુરતમાં ક્રેકિટ જેવી સામાન્ય બાબત પર એક યુવક ફાયરિંગ કર્યુ હતુ. તે ફાયરિંગમાં ત્રણ લોકો ઈજા પહોંચી હતી. ઈજા પામનારા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને જે યુવકે ફાયરિંગ કર્યુ હતુ. તેને પોલીસે ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.લોકો સામાન્ય વાત ઉપર મારઝૂડ કરતા હોય છે. અને બીજાની જીંદગી ખતરામાં નાખી દેતા હોય છે. તેવુ જ બન્યુ હતુ. કાલે સુરતમાં આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતા સિક્યુરિટી એજન્સી ધરવતા એક્સ આર્મીમેનના પુત્રએ ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબત ઉપર તેને ત્રણ લોકો સામે ફાયરિંગ કર્યુ હતુ. તેમાં 2 મહિલા અને 2 પુરુષ સહિતના લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી એક મહિલા ગર્ભવતી હતી. આ ચાર લોકોને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને જે યુવકે ફાયરિંગ કર્યુ હતુ. તેને પોલસી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે કાલે રાત્રે ક્રિકેટ રમવા જેવી બાબતમાં ધમાલ થઈ હતી. ત્યારે એક્સ આર્મીના પુત્રના ઘરની બહાર કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. અને તેમને દૂર કરવા માટે એક્સ આર્મીમેનના દિકરાએ ઘરમાં રહેલી રિવોલ્વર લઈને નીચે ઉભેલા લોકો સામે ફાયરિંગ કર્યુ હતુ. 4 લોકોને ઈજા પહોંચાડી હતી. તેવામાં ત્યા ઉભેલા બીજા લોકોને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ યુવકની ધરપકડ કરી લીધી હતી.
અહેવાલ::રાહુલ દેસાઈ