
Read Time:48 Second
સુરતમાં જ્વેલરીના વેપારી સાથે છેતરપિંડી કરનાર નકલી ડેપ્યુટી કલેક્ટર મહિલા અને તેનો પ્રેમી પકડાયાં
સુરતમાં ગાંધીનગરના ડેપ્યુટી કલેક્ટર તરીકે ખોટી ઓળખ આપી જ્વેલરીના વેપારી પાસેથી ₹12 લાખથી વધુની કિંમતના ઘરેણા લઈ છેતરપિંડી કરનાર હેતલ પટેલને તેના પ્રેમી સાથે પોલીસે પકડી લીધી છે. હેતલ પટેલે વેપારીને ચેક આપ્યા હતા, જે રિટર્ન થતા ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, “અગાઉ તાપીમાં હેતલે મેડીકલ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ઠગાઈ કરી હતી.