
બીઆરટીએસમાં ચોરી કરતી બે મહિલા ગેંગને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી
અમદાવાદ
અમદાવાદમાં બીઆરટીએસમાંથી ચોરી કરતી ગેંગ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે. તેમાં બે મહિલાનો સમાવેશ કરવામાં આવે છે. તેમના પાસેથી પોલીસને 84 હજારની ચોરી મત્તા ઝડપી પાડી છે. અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.થોડા દિવસોથી અમદાવાદમાં બીઆરટીએસમાંથી ચોરીના બનાવો વધારે પડતા બનતા રહે છે. અને તેની ફરિયાદો પોલીસ દ્વારા અવનવ મળતી રહે છે. ત્યારે પોલીસ દ્વારા બીઆરટીએસમાંથી ચોરી કરતી બે મહિલાઓને ઝડપી પાડી છે. જે નંદાબેન ચમાચે ઉ 51 વર્ષ, જ્યારે બીજી મહિલા રવિના ઉ. 26 વર્ષ જે ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડી છે. બંન્ને મહિલા સરદારનગર ખાતે રહે છે. બંન્ને મહિલાઓ પાસેથી 84 હજારનો સોનાનો દોરો અને એક પર્સ મળી આવ્યુ હતુ.પોલીસ દ્વારા વધુ તપાસ કરતા ખબર પડી કે આ બે મહિલા જે બીઆરટીએસમાં વધારે પડતી ભીડ હોય તે બસમાં બેસી જતી હતી. અને તેમાં મુસાફરોને નજર ચૂકવીને તેમનો માલસામાન ચોરી કરી ફરાર થઈ જતા હતા. પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બે મહિલાને ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આગળ કેટલા પ્રકારની મુદ્દામાલની ચોરી કરી છે. તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે.