
સાંબરકાઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહી
સાબરકાઠા
સાંબરકાઠામાં પાણપુર પાટિયા પાસે આવેલી ભંગારના ગોડાઉનમાં ભયકર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાટ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. અને આગ લાગતાની સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ઉનાળાના સમયે આગના બનાવો વધતા જતા હોય છે. શોર્ટસર્કિટથી કે અન્ય કારણો સર આગના બનાવો બનતા હોય છે. તેમાં મોટા ભાગના કારખાના કે ગોડાઉનના વધારે બનતુ હોય છ. બસ આવો બનાવ કાલે રાત્રે સાંબરકાઠાના પાણપુર પાટિયા પાસે ભંગારના એક ગોડાઉનમાં બન્યો હતો. કોઈ કારણસર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાટ હતી. કે આજુ બાજુના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.
ભંગારના ગોડાઉનમાં જ્યારે આગ લાગી ત્યારે ફાયર વિભાગ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને માહામહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાટ હતી. કે તેના ધૂમાળા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. અને આસ પાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. અને ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અંદર રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.