
Read Time:46 Second
પવન ખેડાએ PM પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસ નેતા પવન ખેડાએ તેની સામેના ટેબલ પર વોશિંગ મશીન રાખ્યું હતું. તેના પર BJP વોશિંગ મશીન લખેલું હતું. પવન ખેડાએ કહ્યું કે, ભાજપ પાસે એવું વોશિંગ મશીન છે જેમાં 10 વર્ષ જૂનો કેસ મુકો તો પણ આરોપી બેદાગ નીકળી જાય છે. અમે ન તો તમને આવી વોશિંગ મશીન વેચી શકીશું અને ન તો તમે ખરીદી શકશો. કારણ કે, 8,552 કરોડની કિંમતનું મશીન ફક્ત એક જ વ્યક્તિ રાખી શકે છે. તેનું નામ નરેન્દ્ર મોદી છે.