
Read Time:45 Second
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી 10 કિમી દૂર આરોગ્ય સુવિધાનો અભાવ
વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી 10 કિમી દૂર આરોગ્ય સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. રસ્તાના અભાવે સાપ કરડેલા દર્દીને ઝોળીમાં નાખી 10 કિમી સુધી લઈ જવાયો હતો.
રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ન પહોંચી શકી હતી.
આ ઘટનાએ સરકારની પોલી ખોલી છે. અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી. એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતાં ઝોળીમાં લઈ જવામાં આવી હતી.