અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલા આરાધ્યા હોમસ ખાતે રહેતા એક મહિલાએ આપઘાત કર્યો છે. ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાના જ ઘરના બેડરૂમમાં પાંખે લટકીને મહિલાએ આત્મહત્યા કરી છે. જેને લઇને સોસાયટીના તમામ રહીશોને જાણ થતાં સોસાયટીના લોકો પણ ભેગા થયા હતા.
સમગ્ર મામલાની જાણ ચાંદખેડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને સાથે જ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિવારના સભ્યો અને સાથે જ કેટલાક સંબંધીઓની પૂછપરછ પણ કરો હતી.
પોલીસનો તપાસ બાદ પોલીસ દ્વારા ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું હતી.
પરિવારના અન્ય સભ્યોને મામલાની જાણ થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મહિલાના આપઘાતનું કારણ હજુ અકબંધ છે.
પરંતુ સ્થાનિક પોલીસ પોતાની કાર્યવાહી સાથે જ આગળની વધુ તપાસ હાથ ધરી છે.