
ઝોન-૭ એલ.સી.બી.એ ઢોર ચોરીના ૬ ગુનામાં ફરાર આરોપીને પકડ્યો
અમદાવાદ:
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ, ઝોન-૭ એલ.સી.બી.એ એક મોટી સફળતા મેળવી છે. મહેસાણા જિલ્લાના નંદાસણ, વસાઈ અને લોંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઢોર ચોરીના કુલ ૬ ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
ઝોન-૭ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નશરુલ્લાખાન હબીબખાન અને પોલીસ કોન્સ્ટેબલ ઇરફાન કાસમભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે સરખેજ વિસ્તારમાંથી આરોપી અબ્દુલ હમીદ રસુલમિયા સૈયદ (ઉંમર ૫૦)ને ઝડપી લેવામાં આવ્યો હતો.આરોપી અબ્દુલ હમીદ સૈયદ મૂળ નંદાસણ, કડી, મહેસાણાનો રહેવાસી છે અને તે તેની ધરપકડ ટાળવા માટે વારંવાર પોતાના સરનામા બદલતો હતો.
પોલીસે આરોપીને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતાથી મહેસાણા જિલ્લામાં ઢોર ચોરીના ગુનાઓ ઉકેલવામાં મદદ મળશે.