સને.૨૦૨૧ માં કલોલ સીટી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ડી-સ્ટાફ ના અ.હે.કોન્સ વિપુલભાઇ નટવરભાઇ પટેલ આવેલા અને ફરીયાદીને જણાવેલ કે, તમે વરલી-મટકાનો જુગારનો ધંધો કરો છો, તેમ કહી ફરીયાદીને કલોલ સીટી પોલીસ સ્ટેશને લઈ ગયેલા અને પોલીસ સ્ટેશનમાં બેસાડી દઈ, મોબાઇલ ફોન આરોપીએ લઈ લીધેલ અને ફરીયાદીને જણાવેલ કે, તમારો મોબાઇલ ફોન પરત લેવો હોય તો મને કાગળની ચિઠ્ઠીમાં વરલીના આંકડા લખી આપો, જેથી ફરીયાદીએ મોબાઇલ પરત લેવાના આશયથી ચિઠ્ઠીમાં આંકડા લખી ચિઠ્ઠી બનાવેલ, જે ચિઠ્ઠી આધારે આરોપીએ ફરીયાદી ઉપર જુગારનો ખોટો કેસ કરી ફરીયાદી પાસેનો મોબાઇલ પરત લેવા માટે આ કામના આરોપીએ રૂ.૨૫,૦૦૦/- લઈ જામીન ઉપર છોડેલ. બાદ ફરીયાદી તથા તેમના મિત્ર બંન્ને આરોપીને મળેલા અને જણાવેલ કે, તમે વરલી-મટકાનો ધંધો ચાલુ કરો અને મને તમારે દર મહિને રૂ.૪,૦૦૦/- આપવાના જણાવેલ. જેથી ફરીયાદીએ વિચારેલ કે, મારી ઉપર ખોટા કેસ કરે છે અને હું ના પાડીશ તો મને વધુ હેરાન કરશે. જેથી આ વરલી-મટકા જુગારનો ધંધો કરવા ફરીયાદી આરોપીના કહેવા મુજબ સંમત થયેલ હતા અને આ રૂ.૪,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી એ.સી.બી.ને ફરીયાદ આપેલ, જે ફરીયાદ આધારે બે સરકારી પંચો સાથે તથા રેડીંગ પાર્ટી સાથે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીને લાંચના છટકા દરમ્યાન શક-વહેમ પડતા, આરોપી લાંચના નાણાં લીધા વગર પોતાનું બાઇક સ્પીડમાં હંકારી ભાગી ગયેલ. જેથી સદર લાંચનુ છટકુ નિષ્ફળ જાહેર કરેલ. નિષ્ફળ છટકાવી ખુલ્લી તપાસ દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનું ફલીત થયેલ.
જેથી આરોપી વિપુલભાઇ નટવરભાઇ પટેલ, તત્કાલીન અ.હે.કોન્સ, ડી-સ્ટાફ, કલોલ સીટી પોલીસ સ્ટેશન જિ.ગાંધીનગરનાઓ વિરુધ્ધમાં સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એન.ગઢવી ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના ફરીયાદ આપતા, ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩/૨૦૨૩, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સુધારા–૨૦૧૮) ની કલમ ૭, ૧૩(૧)એ તથા ૧૩(ર) મુજબનો ગુન્હો તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ દાખલ કરી, આરોપીને ડીટેઇન કરેલ છે તેમજ આ ગુન્હાની આગળની વધુ તપાસ એસ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશન મહેસાણા ચલાવી રહેલ છે. જેના સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી., ગાંધીનગર એકમ,
Read Time:3 Minute, 27 Second









