અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ વાહનો સાથે એક આરોપીને પકડી વાહન ચોરીના ૦૪ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

Views: 182
0 0
Spread the love

Read Time:5 Minute, 25 Second

અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ વાહનો સાથે એક આરોપીને પકડી વાહન ચોરીના ૦૪ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. શ્રી વી.ડી.ડોડીયા, અ.હેડ કોન્સ. મુકેશગીરી જગદીશગીરી, અ.હેડ કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ, અ.હેડ કોન્સ. મુકેશભાઇ રામાભાઇ, અ.હેડ કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા, અ.પો.કોન્સ. મુકેશભાઇ કાનજીભાઇ તથા અ.પો.કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી સુખજીન્દર ઉર્ફે સિધુ હરજીતસિંઘ સન્ધુ ઉ.વ.૨૯, રહે. હાલ. શિવશક્તિ સોસાયટી, જગાભાઈ રબારીના મકાનમાં, સિલ્વર સ્ટાર ચાર રસ્તા, ચાંદલોડીયા, અમદાવાદ શહેર. મુળ ગામ. મુંડા પીંડ, તા. ખડુસાહીબ, જી. તરનતારન, પંજાબને ચાંદલોડીયા,

સિલ્વર સ્ટાર ચાર રસ્તા ખાતેથી ઝડપી લીધેલ છે. આરોપી પાસેથી (૧) નંબર વગરનું હિરો કમ્પનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર ચેસિસ નંબર MBLHAW092K5E07 તથ એન્જીન નંબર HA10ACK5E16185 કિંમત રૂ.૨૫,૦૦૦/-, (૨) હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-27-CR-8280 ચેચીસ નં.MBLHA તથા એન્જીન નંબર HA10AGK5B03353 કિંમત રૂ.૨૦,૦૦૦/-, (૩) નંબર વગરનું હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ. ચેચીસ નં.MBLHA10ALDHE29160 તથા એન્જીન નંબર HA10EJDHE09175 કિંમત રૂ.૧૦,૦૦૦/-, (૪) નંબર વગરનું હિરો પેશન પ્રો મોટર સાયકલ. ચેચીસ નંબર જણાતો નથી. તેમજ એન્જીન નંબર HA10ENDHJ29519 કિંમત રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૬૫,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપી વિરૂધ્ધ સૌંઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપી આજથી આશરે દોઢેક મહિના અગાઉ પંજાબ ખાતેથી પત્નિ સાથે અમદાવાદ ખાતે કામ ધંધા માટે આવી ચાંદલોડીયા, સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે, શિવશક્તિ સોસાયટી ખાતે જગાભાઈ રબારીના મકાનમાં ભાડેથી રહેવા લાગેલ. અમદાવાદ ખાતે આવ્યા બાદ નોકરી કે કોઇ ધંધો મળેલ ન હોય. તેમજ તેના અંગત ઉપયોગ માટે કોઇ વાહન ન હોવાથી રોજ ઓટોરીક્ષામાં ફરવુ પડતુ I હતું, ભાડુ ભરવુ પડતુ હતુ. જેથી આરોપીએ તેના ઉપયોગ માટે સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરવાનું વિચારી રાત્રીના આશરે બાર વાગ્યાના સમયે વાડીલાલ હોસ્પિટલ પર આવેલ હોટલ ૪૪૦ આગળ પાર્ક થયેલ કાળા કલરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર CJ-08-AH 0008 નુ ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી લીધેલ હતી. બાદ તેની નંબર પ્લેટ કાઢી ફેંકી દિધેલ હતી.

તેમજ આરોપી આજથી આશરે એકાદ મહિના પહેલા રાત્રીના આશરે દશેક વાગ્યાના સમયે સાબરમતી રીવર ફ્રન્ટ, જમાલપુર ફુલ બજાર પાછળ ખુલ્લા પ્લોટ ખાતેથી એક લાલ કલરનુ હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-27-CR-8280 નુ ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરેલ હતુ. બાદ તેની નંબર પ્લેટ કાઢી ફેંકી દિધેલ હતી. તેમજ આરોપીએ આજથી આશરે દશ-બાર દિવસ પહેલા રાત્રીના નવ વાગ્યાના વાગ્યાના સમયે ખોખરા બ્રીજ નીચેથી ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર GJ-27-CS-6686 ની ચોરી કરેલ હતી. તેમજ આરોપીએ

આજથી આશરે પંદરેક દિવસ પહેલા સાંજના છ-સાત વાગ્યાના સમયે મેમનગર, પ્રભાત ચોક પાસે એક જીમ નીચેથી એક હિરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ નંબર GJ-27-AB-6952 નુ ડુપ્લીકેટ ચાર્વીથી લોક ખોલી ચોરી કરેલ હતી. બાદ તેની નંબર પ્લેટ કાઢી ફેંકી દિધેલ હતી, ઉપરોક્ત તમામ ગુનાના કામે

મોટર સાયકલનનો આરોપી ઉપયોગ કરતો હતો. આરોપીને સાબરમતી રીવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના સોપવામાં આવેલ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

અમદાવાદ: સરખેજ પોલીસે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી, લાખોનો મુદ્દામાલ જપ્ત

Spread the love

Spread the love           અમદાવાદ: સરખેજ પોલીસે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી, લાખોનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ: અમદાવાદમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગઈકાલે…


Spread the love

અમદાવાદ: તડીપાર કરાયેલો કુખ્યાત આરોપી શાહીબાગથી ઝડપાયો

Spread the love

Spread the love           અમદાવાદ: તડીપાર કરાયેલો કુખ્યાત આરોપી શાહીબાગથી ઝડપાયો ​અમદાવાદ: શાહીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મોટી સફળતા મેળવતા તડીપાર કરાયેલા કુખ્યાત આરોપી આકાશ ઉર્ફે બુસ્લો રાજેશભાઈ રમેશભાઈ પટણી (ઉંમર ૨૩)…


Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

  • By admin
  • September 8, 2025
  • 3 views
અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

  • By admin
  • September 5, 2025
  • 9 views
જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
  • By admin
  • September 5, 2025
  • 12 views

બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

  • By admin
  • September 5, 2025
  • 37 views
બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

  • By admin
  • September 4, 2025
  • 14 views
એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

  • By admin
  • September 4, 2025
  • 17 views
ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત