ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પીતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ જે.આર.મોથલીયા .પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ અને મહેન્દ્ર બગડીયા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ એ ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ બાળકોને શોધી કાઢી વાલી વારસ સાથે મેળાપ કરાવવા આપેલ સુચના અંતર્ગત સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર ના માર્ગદર્શન હેઠળ એસ.વી.ડાંગર પોલીસ સબ ઈન્સ્પેકટર સામખીયાળી પોલીસ સ્ટેશનનાઓ આજ રોજ ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમિયાન સામખીયારી નવા બસ સ્ટેશનમા એક બાળકને એકલુ જોઇ પુછપરછ કરતા તે ભચાઉનો હોવાનુ જાણવા મળેલ બાદ હ્યુમનસોર્સની મદદથી તેના માતા- પીતાનો સંપર્ક કરી તેના પીતા ઇબ્રાહીમ ચનેશર હિગોંરજા રહે-હિંમતપુરા રીંગ રોડ બાવાજીના સ્મશાનની બાજુમા ભચાઉ વાળાને ઇરફાન ઉ.વ.૫ વાળો સોંપવામા આવ્યો.આ કામગીરી પોલીસ સબ ઇન્સપેકટર એસ.વી.ડાંગર સાહેબ તથા સામખીયાળી પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે
Read Time:1 Minute, 35 Second