
Read Time:52 Second
રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ મામલે ઉચ્ચ અધિકારીઓએ પોલીસકર્મીની ધરપકડની ખાતરી આપી, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ મામલે ઉચ્ચ અધિકારીઓએ જવાબદાર પોલીસકર્મીની ધરપકડની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે. ઘટનાને લઇ પરિવારજનો અને દલિત સમાજે ન્યાયની માગ સાથે મૃતદેહને બરફ પર મૂકી ધરણાં કર્યા હતા. જેથી ઝોન-2ના ડીસીપી સુધીરકુમાર દેસાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તટસ્થ તપાસની ખાતરી આપી છે. પોલીસ તપાસમાં એએસઆઈ અશ્વિન કાનગડે મૃતકને માર માર્યો હોવાનું સામે આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.