
Read Time:53 Second
ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવકોએ હોબાળો કર્યો ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવકોએ કાળા વાવટા ફરકાવી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે, જોકે પોલીસે તેઓની અટકાયત કરી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સભાને સંબોધતા હતા ત્યારે તળાજા તાલુકાના ક્ષત્રિય સમાજના અને ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે કાળા કપડાં પહેરી 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામુ આપ્યું છે.