
સ્મૂહ લગ્નમાં 19 કન્યાને આપવામાં આવી ગીર ગાય
સમગ્ર ખર્ચ રાજભા ગઢવી દ્વારા કરવામાં આવ્યો હતો
જૂનાગઢમાં રાજપરા ગામમાં ચારણ સમાજના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લગ્નમાં કન્યાઓને ગીર ગાય કરીયાવર દ્વારા આપવામાં આવી હતી. જે જૂની પરંપરા છે.
આજ કાલ લોકો જ્યારે પોતાની દિકરીના લગ્ન કરતા હોય છે. ત્યારે કરીયાવરમાં દિકરીને ગાડી, પૈસા, બંગ્લો જમીનો વિવિધ પ્રકારની વસ્તુઓ આપતા હોય. છે. પણ જૂનાગઢમાં રાજપરા ગામમાં દિકરીઓને અનુખો કરિયાવર આપવામાં આવ્યુ હતુ. ત્યાની દિકરીઓને પૈસા ગાડી કે જમીનો નહી પણ ગીર ગાય આપવામાં આવી હતી. રાજપરામાં ગામમાં સ્મૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમાં 19 દિકરીઓને લગ્ન લેવામાં આવ્યા હતા. અને કરિયાવરમાં ગીર ગાય આપવામાં આવી હતી.
આ સમૂહ લગ્નમાં સંપૂર્ણ ખર્ચ રાજભા ગઢવીએ કર્યો હતો. રાજભા એ કહ્યુ હતુ તે આ આપણી જૂની પરંપરા છે. આ પરંપરા ભૂલી ન જવા એટલે 19 કન્યાઓને આપણે ગીરની ગાય આપવામાં આવી હતી. આજ કાલના લગ્નમાં જ્યારે આપડે ફટાકડા ફોળતા હોય છે. ડીજે વગાડતા હોય છે. પણ આપણી અસલી પરંપરા શું છે. તે આપણી ભૂલી જવી જોઈએ નહી એટલી આ સમૂહ લગ્નમા 19 કન્યાઓને ગીરની ગાય આપવામાં આવી હતી.
અહેવાલ રાહુલ દેસાઈ