
Read Time:52 Second
જૂનાગઢમાં પીએસઆઈએ માર મારતા યુવકનું મોત, લાંચ ન આપતા માર માર્યો હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ કર્યોજૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મુકેશ મકવાણાએ આરોપી હર્ષિલ જાદવને ઢોર માર મારતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. રિમાન્ડમાં માર ન મારવા હર્ષિલ પાસે પીએસઆઈએ ₹3 લાખની માંગણી કરી હોવાના મૃતકના ભાઈએ આક્ષેપ કરી પોસ્ટમોર્ટમની માંગ કરી છે. ટુર પેકેજનો ધંધો કરતા હર્ષિલ સામે ₹1.20 લાખની ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી.