
મોરબીમાં નવી બનેલી સરકારી કોલેજમાં સ્લેબ તૂટ્યો, ધાબું ભરતા આ બનાવ બન્યો હતો
.મોરબી
મોરબી નવી સરકારી કોલેજમાં કાલે સાજે 8 વાગે સ્લેબ ઘસી પડતા ત્યા કામકરી રહેલા મંજૂરોમાંથી પાંચ લોકો ઘાયલ થયા છે. એક મંજૂર સ્લેબના નીચે દબાઈ ગયો છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે તરત જ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને તેમને બચાવાની કામગીરી હાથ ધરી હતી.
મોરબી શહેરમાં આવતી કાલે રાત્રે 8 વાગ્યાની આજુ બાજુમાં નવી સરકારી કોલેજ બની રહે છે. તે કોલેજમાં ધાબુ ભરવાનું કામ ચાલુ હતુ ત્યારે અચાનક ત્યાનો સ્લેબ ઘસી ગયો હતો. અને ત્યા કામ કરી રહેલા મંજૂરોમાંથી 5 મંજૂરો ઘાયલ થયા છે. અને એક મંજૂર કાટંમાળમાં નીચે દબાઈ ગયો છે. તેને બચાવા માટે ઓપરેશન ચાલુ છે. જ્યારે સ્લેબ ઘસી પડ્યો ત્યારે આજુબાજુના લોકો તરત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને તરત જ બચાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દંથરીયા ઘટના સ્થળ પર તાત્કાલીક પહોંચી ગયા હતા. અને તેમને કહ્યુ હતુ કે આના પાછળ જે પણ જવાબાદર હશે તેને જરૂરી પગલા લેવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.