
Read Time:48 Second
સુરતમાં 11 લાખ રુદ્રાક્ષથી 35 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું, હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરાશે સુરતના ગોડાદરામાં મહાશિવરાત્રી પર્વને લઈ નેપાળથી લાવવામાં આવેલા 11 લાખ રુદ્રાક્ષ વડે 35 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાઠમંડુથી 25 કારીગરોની ટીમે બોલાવી આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવલિંગની મહારુદ્રાક્ષ પૂજા કરવામાં આવશે, પૂજા દરમિયાન શિવલિંગ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવશે. શિવલિંગની લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે.