
Read Time:47 Second
સુરતમાં આપના કોર્પોરેટરના મકાનમાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત થયું, અન્ય સભ્યોએ કૂદીને જીવ બચાવ્યો સુરતના મોટા વરાછામાં આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના મકાનમાં આગ લાતા તેમના 17 વર્ષીય યુત્ર પ્રિન્સનું મોત થયું છે. પ્રિન્સ દાઝી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો છે. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, ઘરમાં ફસાયેલા અન્ય સભ્યો કૂદી જતા તેમનો બચાવ થયો છે.