
Read Time:48 Second
ભારતીય અવકાશયાત્રીનો લોગો આજે લૉન્ચ થયો, તસ્વીર સામે આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરતી વખતે ભારતીય અવકાશયાત્રીના લોગોનું અનાવરણ કર્યું. વડાપ્રધાન મોદીએ અવકાશયાત્રીઓને ‘અંતરિક્ષ યાત્રી પંખ’ પણ અર્પણ કર્યા છે. લોગોની તસ્વીર શેર કરતાં આઈએએફએ ટ્વિટ કર્યું, “આઈએએફ ઈસરો સાથે મળીને ‘મિશન મોડ’માં કામ કરશે, જેથી આપણા રાષ્ટ્રનું આપણી પોતાની માનવસહિત અવકાશ ઉડાન હાંસલ કરવાનું સ્વપ્ન સાકાર થાય.”