
Read Time:47 Second
સુરતમાં આપઘાત કરનાર મોડેલ યુવતીને ક્રિકેટર અભિષેક શર્મા સાથે નજીકના સંબંધ હોવાનું સામે આવ્યું સુરતમાં મોડેલિંગ સાથે જોડાયેલી 28 વર્ષીય તાનિયાએ કરેલા આપઘાત કેસમાં પોલીસે મૃતકનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાંથી આઈપીએલ ટીમના ખેલાડી અભિષેક શર્મા સાથે તેણીના નજીકના સંબંધો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતીના મોબાઈલ ફોનમાંથી ક્રિકેટર અભિષેક સાથેના ફોટા અને એકતરફી મેસેજ મળી આવ્યા છે, જેને લઈ ખેલાડીને આ અંગે જાણ કરવામાં આવી છે.