
Read Time:52 Second
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં લવાયો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતી સલમાન અઝહરી સામે પાસા કાર્યવાહી થતા તેને અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે. જેલ બહાર મૌલાનાના સમર્થકો એકત્ર થઈ ગયા છે, જેથી પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે. આરોપી મૌલાનાએ જૂનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી મુંબઈથી ધરપકડ કરી હતી.