
Read Time:49 Second
વડોદરામાં પ્રેમિકા સાથે રિસોર્ટમાં લગ્ન કરી રહેલા યુવકની પત્ની સ્થળ પર પહોંચી, લગ્ન રદ કરાવ્યા
વડોદરામાં ખંડીવાડાના રિસોર્ટમાં પતિ પ્રેમિકા સાથે લગ્ન કરવાની તૈયારી કરતો હતો એ દરમિયાન તેની પત્નીએ સ્થળ પર પહોંચી હોબાળો કર્યો છે. પ્રેમિકા સાથેના લગ્ન રદ કરાવતા પતિએ તેની પત્નીને માર મારી ઈજા પહોંચાડી છે. પરિણીતાએ જણાવ્યું, “મારો પતિ અન્ય યુવતી સાથે લગ્ન કરી રહ્યો હોવાની જાણ થતા હું મારા પરિજનો સાથે રિસોર્ટમાં ગઈ હતી.” આ મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.