
Read Time:39 Second
અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પથ્થરમારાની ઘટના, પોલીસે ત્રણ બાઈક જપ્ત કરી
અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયા બાદ પાલનપુર જઈ રહેલી એસટી બસ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો છે. જેમાં પોલીસે ત્રણ બાઈક જપ્ત કરી છે. બસ પર પથ્થરમારો કર્યા બાદ ત્રણ બાઈક ચાલકો ઝાડીઓમાં ફરાર થઇ ગયા હતા જેથી પોલીસે તેઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં બસનો કાચ ફૂટ્યો હતો