
Read Time:50 Second
ગુજરાતના પાંચ આઈપીએસ અધિકારીને પ્રજાસત્તાક દિને દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત કરાશેગુજરાતના પાંચ આઈપીએસ અધિકારીને પ્રજાસત્તાક દિને દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મના હસ્તે મેડલ એનાયત કરાશે. જેમાં વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા અને એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ રાજીવ રંજન ભગત અને અમદાવાદના રેન્જ આઈજી પ્રેમવીર સિંધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નરેન્દ્ર ચૌધરી, મનિન્દર પ્રતાપસિંધ પવાર અને રાઘવેન્દ્ર વત્સને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત કરાશે.