
Read Time:54 Second
હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું: ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ‘X’ પર લખ્યું કે, “હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.” તેમણે વધુમાં લખ્યું કે, મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. નોંધનીય છે કે, અગાઉ વિજાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું.