
Read Time:53 Second
સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાનો મામલો, સુરતના વેસુ પોલીસ મથકના PI રાવલને સસ્પેન્ડ કરાયા ,સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવનારા બિલ્ડર તુષાર શાહની વેસુ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાના મામલામાં સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે વેસુ પોલીસ મથકના PI આર.વાય. રાવલને સસ્પેન્ડ કર્યા છે. સુપ્રીમ કોર્ટના આગોતરા જામીનના આદેશનો અનાદર કરાયો હોવાનું જણાવી તુષાર શાહે પોલીસ પર ગેરકાયદે રિમાન્ડ અને ટોર્ચર કર્યાનો આક્ષેપ કર્યો હતો. હાલ PI ડીયુ બારડને વેસુ પોલીસ મથકનો ચાર્જ સોંપાયો છે.