કલોલ પૂર્વ વિભાગ એટલે ઉભરાતી ગટરો નું સામ્રાજ્ય, નાગરીકોના અયોગ્ય ઉપર લટકતી તલવાર,વર્ષ ૨૦૨૧ જુલાઈ માં ચૂંટાયેલા પ્રતિનિધિ મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ . કુંજ મકવાણા દ્વારા ત્રણ ત્રણ વાર લેખિત અરજી આપી હોવા છતાં નગરપાલિકા ની ઘોર બેદરકારી થી સાત લોકોએ કોલેરાગ્રસ્ત થઈ જીવ ગુમાવ્યા હતા. વર્ષ ૨૦૨૨ ફેબ્રુઆરીમાં ફરી થી કોલેરા ફાટી નીકળતા એક નવ માસના માસુમ બાળક ની સાથે અન્ય એક એમ કુલ બે લોકોએ જીવ ગુમાવ્યા બાદ કલોલ નગરપાલિકા જાગી હતીઆજે હાલ ચાલુ વર્ષ ૨૦૨૩ માં વોર્ડ નંબર છ (મુસ્લિમ વિસ્તાર) માં કોલેરા ફાટી નીકળ્યો છે. એવામાં કલોલ પૂર્વ વિસ્તાર માં વાલ્મીકિ વસાહત,અંકિત સો. બાજુ, આરોગ્ય સંકુલની બાજુમાં, પ્લોટ વિસ્તાર, ચંદ્રલોક, વગોસણા પરા, મજૂર હાઉસીંગ છાપરા જેવા વિસ્તારોમાં હજુ પણ વારંવાર ગટરો ઉભરાઈ, ગંદા પાણી ભરાઈ રોગચાળો ફાટી નીકળવાની પરિસ્થિતી સર્જાઇ રહી છે. વારંવાર નગરપાલિકા, ધારાસભ્ય, આરોગ્ય વિભાગમાં લેખિત, મૌખિક રજૂઆતો કરવા છતાં પૂર્વ વિભાગ માટે ભેદભાવ વાળું વર્તન ચાલતું આવ્યું છે.
વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા, આજે તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૩ માં રોજ (બહુજન મુક્તિ પાર્ટી) વોર્ડ નંબર ૧૧ ના કાઉન્સિલર ડૉ. કુંજ મકવાણા અને સમસ્યાગ્રસ્ત સ્થાનિકો દ્વારા બંધારણીય રીતે નગરપાલિકા જવાનું આયોજન કરેલ. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ની વાત સાંભળી પ્રજાને હકક અધિકાર આપવા ના બદલે આવેલા અરજદારો માટે પી. સી. આર. વાન સાથે પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં ડૉ. કુંજ મકવાણા એ જણાવ્યું હતું કે અમે કોઈ ગેરબંધારણીય કે ગેરકાનૂની પ્રવૃત્તિ નથી કરતા, શું હકક અધિકાર માંગનાર ને આ રીતે દબાવવા નો પ્રયાસ યોગ્ય છે. જે બાબતે નગરપાલિકાને તાત્કાલિક કલોલ પૂર્વની તમામ ઉભરાતી ગટરોનું નિવારણ લાવવા આવેદનપત્ર પાઠવી રજુઆત કરેલ છે.