મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ

Views: 76
1 0
Spread the love

Read Time:3 Minute, 21 Second

૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ના દ્વિતીય દિવસની સંધ્યાએ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ


મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશન માટે એમઓયુ કરાયા


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર છે. આશરે રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર વોક વેથી પ્રવાસીઓને એસ.ઓ.યુ. કેમ્પસના બસ બે (BUS BAY) થી ગેટ નંબર – ૫ સુધી આવવામાં સરળતા રહેશે. આ વોક વે ૧૨૪.૦૦ મીટર લંબાઈ અને ૯.૦૦ મીટર પહોળાઈનો હશે.

રાષ્ટ્રની ઓળખ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો થાય અને મુલાકાતીઓને લાંબી કતારમાં ઉભા ન રહેવું પડે તે હેતુથી અલગ અલગ ચાર ફ્રિસ્કિંગ બુથનું નિર્માણ કરાશે. આશરે રૂપિયા ૪૦.૧૧ લાખના ખર્ચે તૈયાર થનાર ફ્રિસ્કિંગ બુથથી પ્રવાસીઓનું ઝડપી અને સરળતાથી નિયમન થઇ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સફર વધુ રસપ્રદ અને જ્ઞાન વર્ધક બને તે માટે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ
ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ SOU ના શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે (BUS BAY) ખાતેથી ઉપલબ્ધ થશે. તાલીમ પ્રાપ્ત ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ કિફાયતી દરે પ્રવાસીઓની સાથે રહી એકતાનગરના નિર્માણથી તેની વિશેષતાઓ સુધીની માહિતી પ્રદાન કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશનના એમઓયુ કરાયા હતા.

પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા આવનારા દિવસોમાં GSRTC દ્વારા વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે.

આ પ્રસંગે વિવિધ વિભાગના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

ગુજરાત પોલીસને આધુનિક સુવિધા: ગાંધીનગર ખાતે ‘ડાયલ ૧૧૨’ પ્રોજેક્ટનું લોકાર્પણ

Spread the love

Spread the love           ગુજરાત પોલીસને આધુનિક સુવિધા: ગાંધીનગર ખાતે ‘ડાયલ ૧૧૨’ પ્રોજેક્ટનું લોકાર્પણ ગાંધીનગર: ગુજરાત પોલીસ દળને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્દહસ્તે આજે…


Spread the love

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી 10 કિમી દૂર આરોગ્ય સુવિધાનો અભાવ

Spread the love

Spread the love           સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી 10 કિમી દૂર આરોગ્ય સુવિધાનો અભાવ વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી 10 કિમી દૂર આરોગ્ય સુવિધાનો અભાવ જોવા મળ્યો છે.…


Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

  • By admin
  • September 8, 2025
  • 3 views
અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

  • By admin
  • September 5, 2025
  • 9 views
જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
  • By admin
  • September 5, 2025
  • 12 views

બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

  • By admin
  • September 5, 2025
  • 37 views
બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

  • By admin
  • September 4, 2025
  • 14 views
એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

  • By admin
  • September 4, 2025
  • 17 views
ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત