
ગુજરાત ના લોક ગાયક , સારા ભજનીક તેમજ લોકો ના દિલ મા રાજ કરનારા શ્રી હેમંતભાઈ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત.હેમંત ચૌહાણ એટલે ગુજરાત નુ ખ્યાતનામ નામ અને એમા પણ લોકોને ભજન ના તાલે મશગુલ કરી દેતુ નામ. શ્રી હેમંત ચૌહાણ નો જન્મ તારીખ 07/11/1955 મા ગુજરાત ના રાજકોટ જિલ્લા ના કુંદની ગામ મા થયો હતો, તેમની કારકિર્દી ની શરૂઆત ” દાસી જીવણ” ના ભજનો ગાઈ ને થઈ હતી. તેમનુ પહેલુ આલ્બમ ” દાસી જીવણ ના ભજનો” 1978 મા રિલીઝ થયુ હતુ અને આખા ગુજરાત મા ખુબજ લોકપ્રિય બન્યુ હતુ, શ્રી હેમંત ચૌહાણ ને ગુજરાત ના શ્રેષ્ઠ ગાયક તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને દેશ વિદેશોમા પણ ડંકો વગાડ્યો છે તેમજ શ્રી હેમંત ચૌહાણ ને લોક સંગીત મા યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ” અકાદમી રત્ન એવોર્ડ -2011″ અને 2023 મા પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો. આવા ખ્યાતનામ લોક ગાયક અને ભજનીક શ્રી હેમંત ચૌહાણ ને રાજકોટ મા મળવાનો મોકો મળ્યો હતો, તેમની સાથે તેમના નિવાસ સ્થાને જુની યાદો તાજા કરીને ખુબજ સરસ વાર્તાલાપ કર્યો હતો. એમને મળીને ખુબજ ગૌરવ અનુભવાયો તેમજ એમને મળીને એ પણ આશ્ચર્ય લાગ્યુ કે જેવુ શ્રી હેમંત ચૌહાણ વિશે સાંભળ્યુ હતુ તેવાજ સારા અને બહુજ સરળ સ્વભાવના છે. શ્રી હેમંત ચૌહાણે ડૉ. બાબા સાહેબ આંબેડકરના ગીતો પણ ગાયા છે જે ગીતો થી પણ શ્રી હેમંત ચૌહાણ ને બહુજન મુમેન્ટ મા પણ લોકો વઘારે ઓળખતા થયા છે. શ્રી હેમંત ચૌહાણ નો પાટણ ના ડૉ.મનોજ પરમાર ( વકીલ, ) તેમજ પરમાર બળદેવભાઈ રામજીભાઈ પુર્વ સરપંચ ,લીંચ , હિંમતભાઈ, જયેશભાઇ તેમજ દિલીપભાઈ દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે જેઓએ એમનો કિમતી સમય આપ્યો.