
Read Time:52 Second
વડોદરામાં ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની રેલી દરમિયાન ગેસના ફુગ્ગામાં બ્લાસ્ટ થતાં 3 કોર્પોરેટર દાઝ્યા
વડોદરામાં ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની રેલી દરમિયાન ગેસના ફુગ્ગામાં બ્લાસ્ટ થતાં 3 કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, સ્મિત પટેલ અને મનીષ પગાર દાઝ્યા છે. સંગીતાબેને કહ્યું કે, “ડો.હેમાંગ જોશીના હસ્તે ફુગ્ગા છોડવાનું આયોજન હોવાથી હું 500 ગેસના ફુગ્ગાનો બંચ લઇ ઉભી હતી.” વધુમાં તેમણે ઉમેર્યું, જોકે ફટાકડા ફૂટતાં જ બ્લાસ્ટ થયો હતો જેમાં હું હાથ, પીઠ અને પગના ભાગે દાઝી ગઈ છું.