
Read Time:51 Second
વડોદરામાં ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર આરોપીઓએ અન્ય 3 શખ્સોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું વડોદરાના ન્યૂ સમા રોડ વિસ્તારમાં ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી સહિતના આરોપીઓએ અન્ય ૩ શખ્સોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનું પોલીસ પુછપરછમાં કબૂલ્યું છે. જુહી સહિત તેના પતિ યોગેશ લબાના, સન્ની બારોટ અને અનિલ બારોટે મસાજના બહાને ડોક્ટર સાથે હનીટ્રેપ કરી ₹1 લાખ પડાવ્યા બાદ વધુ ₹1 લાખની માંગણી કરી હતી. આ અંગે ડોક્ટર સિવાય અન્ય કોઈ શખ્સોએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.