
Read Time:54 Second
રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પક્ષમાંથી રાજીનામુ આપ્યું, આવતીકાલે ભાજપમાં જોડાશે રાજુલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. જોકે, તેની પહેલા કોંગ્રેસ શિસ્ત સમિતિએ અંબરીશ ડેરને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. રાજીનામુ આપ્યા બાદ અંબરીશ ડેરે કહ્યું, “મંગળવારે 12:30 વાગ્યે હું ભાજપમાં જોડાઈશ.” તેમણે વધુમાં કહ્યું કે, મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસનું રામ મંદિર પ્રત્યેના વલણનું છે.