
Read Time:49 Second
બનાસકાંઠાના દાંતામાં 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જાનહાનિ નહીં બનાસકાંઠાના દાંતામાં મંગળવારે રાતે 11 વાગ્યે 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગ્રામજનોએ 2 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. જો કે, કોઈ જાનહાનિ સર્જાઈ નથી. બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે આ ભૂકંપના આંચકાની પુષ્ટિ કરી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 51 કિલોમીટર દૂર નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં ભૂકંપના 8 આંચકા અનુભવાઈ ચુક્યા છે.