
Read Time:49 Second
બનાસકાંઠાની 2 પેઢીમાંથી ₹52.68 લાખની કિંમતનો બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો ઝડપાયો બનાસકાંઠાના કણોદરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે 2 પેઢીમાંથી ₹52.68 લાખની કિંમતનો બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ કહ્યું, “શ્રીમુલ ડેરીમાંથી ₹41.86 લાખની કિંમતનો 6,354 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યા છે. નમસ્તે ફૂડ પ્રોડ્સમાંથી ₹10.82 લાખની કિંમતનો 1,754 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.”