
Read Time:48 Second
રાજકોટમાં આડાસંબંધને લઈ પતિએ પત્નીની હત્યા કરી, બાદમાં મૃતદેહની બાજુમાં બેસી વીડિયો બનાવ્યો
રાજકોટ શહેરમાં પતિએ પોતાની પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી છે. હત્યા બાદ આરોપી પતિએ પત્નીના મૃતદેહની બાજુમાં બેસી એક વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયોમાં આરોપી પતિએ કહ્યું કે, “મારી પત્નીને મારા મિત્ર સાથે આડાસંબંધો હતા, જેથી મેં તેણીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સમજવા તૈયાર નહોતી.” આરોપી પતિએ જાતે પોલીસ કંન્ટ્રોલમાં કોલ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.